મોરબીની શંકરલાલ શાસ્ત્રી શાળામાં ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ ઓનલાઇન પ્રદર્શન યોજાયું

- text


પ્રદર્શનમાં ભાગ લેનાર બાળવૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર અર્પણ કરાયા

મોરબી : મોરબીમાં શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલમાં ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ ઓનલાઇન પ્રદર્શન યોજાયુ હતું. પ્રદર્શનમાં ભાગ લેનાર બાળવૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.

ગત તા. 10/02/2022 ને ગુરુવારના રોજ GCERT – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન – રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – મોરબી અને શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ – મોરબી દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓનલાઇન મોડમાં યોજવામાં આવેલ હતુ. આ પ્રદર્શનમાં મોરબી તાલુકાની બિનઅનુદાનિત અને સરકારી શાળાઓની કૂલ 58 શાળામાંથી 23 શાળાઓએ ભાગ લીધો હતો. આ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કૂલ પાંચ વિભાગ રાખવામાં આવેલ હતા. હાલની કોવિડ -19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન મોડના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવેલ હતુ.

આ ગણિત, વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં મૂલ્યાંકનકાર તરીકે હરીનકલંગ વિદ્યાલય – બગથળાના અશોકભાઇ કામરિયા અને ખરેડા માધ્યમિક શાળાના ડો. રીતેશભાઈ અઘારા એ નિષ્પક્ષ રીતે અવલોકન કરી એક ઉત્તમ નિર્ણાયક તરીકે ફરજ બજાવેલ હતી. આ પ્રદર્શનમાં તમામ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

- text

આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, સંકુલના સંયોજક નરેશભાઈ સાણજા, સહસંયોજક અતુલભાઈ પાડલિયા અને ડી.ઇ.ઓ. કચેરીના AEI ભાવેશભાઈ ભાલોડીયા તથા મોરબી તાલુકાની તમામ શાળાના આચાર્યો દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી અને દરેક વિભાગમાં પ્રથમ ક્રમ મેળવનાર કૃતિઓના વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા તથા જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા શુભેચ્છા આપી હતી.

વિભાગવાર પસંદગી પામેલ કૃતિઓ જોઈએ તો વિભાગ 1ની કૃતિનું નામ પ્લાસ્ટિકની અવેજીમાં વસ્તુનો ઉપયોગ (નવયુગ વિદ્યાલય – મોરબી), વિભાગ 2ની કૃતિનું નામ મનુષ્યના શ્વસન તંત્રમાં ઉરોદરપટલનું કાર્ય (નિર્મલ વિદ્યાલય – મોરબી), વિભાગ 3ની કૃતિનું નામ My App : My Study (ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ મોરબી (ઉ.મા)), વિભાગ 4ની કૃતિનું નામ રાસાયસીક પાણીનું પ્રદૂષણ નિવારણ (ક્રિષ્ના સ્કૂલ – મોરબી), વિભાગ 5ની
કૃતિનું નામ સોલર પંપ (સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય – ધરમપૂર) વિજેતા બની હતી.

વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2021-22 ખૂબ જ સફળતાપૂર્વક ઓનલાઈન યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના અંતે સંયોજક નરેશભાઇ સાણજાએ તમામનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

- text