હળવદમાં ફૂડ પોઇઝનિંગ મામલે આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ

- text


હરખના તેડામાં 70 જેટલા વ્યક્તિઓને દવાખાનાના તેડાં આવતા મીઠાઈના નમૂના લેવા તજવીજ

હળવદ : હળવદના કુંભારપરા વિસ્તારમાં ગઈકાલે સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરા પાક ખાધા બાદ 70 જેટલા મહેમાનોને પેટમાં ગરબડ શરૂ થતા દવાખાનાની દોડધામ થઇ પડતા આ મામલે આજે સવારથી આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને નમૂના લેવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના કુંભારપરામાં અન્નક્ષેત્ર નજીક રહેતા કરમણભાઇ રાતડીયાના ઘેર ગઈકાલે સામાજિક પ્રસંગ હોય 200થી 250 માણસોનો જમણવાર યોજવામાં આવ્યો હતો જેમાં ટોપરાપાક મીઠાઈ ખાવાથી હળવદ અને રાતાભેર ગામેથી આવેલા મહેમાનોને ઝાડા-ઉલ્ટી શરૂ થઇ જતા હળવદ, માથક સહિતના ગામોમાં દવાખાનામાં દર્દીઓની લાઈનો લાગી હતી. આ ગંભીર બનાવ અંગે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે આજે સવારથી આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી મીઠાઈના નમૂના લેવા તજવીજ હાથ ધારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text