મોરબીની પી. જી. પટેલ કોલેજમાં વિવિધ થીમ આધારિત ડે સેલિબ્રેટ કરાયા

- text


વિજેતાઓ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરાયા

મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં વિવિધ થીમ નક્કી કરીને ડે સેલિબ્રેશન વીકની ઉજવણી કરાઈ છે. જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા.

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં TWINS DAY, BOLLYWOOD THEME DAY, BLACK & WHITE DAY , CULTURAL THEME DAY, TRADITIONAL DAY વગેરે જેવા દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ઉજવણીની વિશેષતા એ હતી કે પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ દિવસોની ઉજવણી કરવાને બદલે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી અવગત થાય અને અનુસરતા થાય તે રીતે સમગ્ર ઉજવણીનું અર્થસભર આયોજન કરવામાં આવ્યું હતુ.

- text

દરેક દિવસોના અંતે વિધાર્થીઓને રેન્ક આપવામાં આવ્યા હતા, અને તમામ વિજેતાઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફગણ દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવી હતી.

- text