મોરબીના શિક્ષકો માટે દર્શન યુનિવર્સીટી દ્વારા સેમિનાર યોજાયો

- text


ધોરણ ૧૦ અને ૧૨ પછીના અભ્યાસક્રમોની માહિતી અપાઈ

મોરબી : દર્શન યુનિવર્સિટી,રાજકોટ દ્વારા મોરબીમાં સાયન્સ સ્કૂલના શિક્ષકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ પછીના અભ્યાસક્રમોની માહિતી આપી હતી.ક્યાં ફિલ્ડમાં તકો ઘટી રહી છે અને ક્યાં ફિલ્ડમાં તકો વધી રહી છે.ભવિષ્યમાં કેવા પ્રકારની તકોનું નિર્માણ થશે આ બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

દર્શન યુનિવર્સિટી,રાજકોટ દ્વારા મોરબીમાં ગઈકાલે સાંજે ૭ વાગે ઝાયકા હોટેલ મોરબી ખાતે મોરબી સાયન્સ સ્કૂલના શિક્ષકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર નિલેશ ગાંભવાએ ધોરણ ૧૦ અને ૧૨ પછીના અભ્યાસક્રમોની માહિતી આપી હતી.આ ઉપરાંત ગ્રેજ્યુએશન કર્યા બાદ કેવા પ્રકારની તકો મળશે એની માહિતી આપવામાં આવી હતી.ગુજરાત શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ હવે ધોરણ ૧૨ સાયન્સ B groupના વિદ્યાર્થીઓ પણ એન્જિનિરીંગમાં એડમિશન લઈ શકશે.આ એડમિશન એન્જિનિરીંગમાં કઈ કઈ બ્રાન્ચમાં મળશે અને કેવી રીતે મળશે એની વિસ્તૃત માહિતી પ્રોફેસર ગાંભવાએ આપી હતી.વિદ્યાર્થીઓએ પોતાની આર્થિક,શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાને આધારે ગ્રુપ અને કેરિયરનો નિર્ણય કેવી રીતે કરવો એ પણ ચર્ચા કરવામાં આવી હતી.

- text

આ ઉપરાંત ક્યાં ફિલ્ડમાં તકો ઘટી રહી છે અને ક્યાં ફિલ્ડમાં તકો વધી રહી છે.ભવિષ્યમાં કેવા પ્રકારની તકોનું નિર્માણ થશે આ બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.ધોરણ ૧૨ સાયન્સ પછી એન્જિનિરીંગ,મેડિકલ,પેરામેડિકલ,આર્કિટેકચર,એગ્રિકલ્ચર,B.Sc,ફાર્મસી વગેરે અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવી હતી.JEE (Advanced),JEE (Main),GUJCET,NEET અને ગુજરાત બોર્ડ (GSHSEB)ની પરીક્ષાઓ અને આ પરીક્ષાઓના આધારે મેરીટ અને એડમિશનની ચર્ચા કરવામાં આવી હતી.સેમિનારમાં શિક્ષકોએ મોરબીના વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે શું પગલાં લઈ શકાય એ તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી.

- text