લજાઈ જંકશનથી નેશનલ હાઈવેને જોડતા રસ્તાને મોરબી બાયપાસ સુધી સર્વિસ રોડ બનાવવા માંગ

- text


મેડીકલ કોલેજ બનવાના સ્થળ સામેની જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા પણ રજૂઆત કરાઈ

મોરબી : ટંકારાના લજાઈ જંકશનથી નેશનલ હાઇવે ૮–અ ને જોડતા રસ્તાને મોરબી બાયપાસ સુધી સર્વિસ રોડ બનાવવા બાબતે અને મેડીકલ કોલેજ બનવાના સ્થળ સામેની જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના મોરબીના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લામાં મોરબીનો નેશનલ હાઇવે ૮–અથી રાજકોટ સુધીના રોડને ફોરલેનમાં ફેરવવાનું કામ ગોકળગાયની ગતિએ વર્ષોથી ચાલે છે. આ કામમાં ઓવર બ્રીજના કામો ખુબ જ ધીમી ગતિ એ ચાલે છે. મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી દ્વારા પણ રજુઆતો કરેલ હોવા છતાં પણ આ કામની ગતિમાં કોઈ ફેરફાર થયો નથી. હજુ પણ ગોકળગાયની ગતિ એ જ ચાલે છે. આ નવા બનતા રોડ ઉપર ખુબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. અને અવારનવાર નાના વાહનો અકસ્માતોનો ભોગ બને છે. લોકો પોતાની અમુલ્ય જાન ગુમાવે છે. તો આ રોડને લજાઈ જંકશનથી ૮–અ નેશનલ હાઈવે સુધી બંને બાજુએ સર્વિસ રોડ બનાવવો જોઈએ.

- text

આ ઉપરાંત, મોરબી જીલ્લામાં નવી બનનાર મેડીકલ કોલેજ માટે સ્થળ નક્કી કરવામાં આવેલ છે. જે શનાળા ગામના સરકારી ખરાબો સર્વે નંબર ૩૩૪ આવેલ છે. આ સર્વે નંબરની સામે સરકારી ખરાબા સર્વે નંબર ૨૩૦ આવેલ છે. આ સરકારી ખરાબા સર્વે નંબર ૨૩૦માં હાલમાં માથાભારે લોકો દ્વારા દબાણ કરીને બાંધકામો કરીને તેમજ ફેન્શિંગ કરીને વાપરવાનું ચાલુ કરેલ છે. જો આવું જ ચાલશે તો જયારે કોલેજ થશે ત્યારે અહી આવારાતત્વોનો અડો થઇ જશે તો આ દબાણ કરનાર તત્વો સામે લેન્ડ ગેબ્રિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરીને દબાણ હટાવવા વિનંતી કરવામાં આવી છે.

- text