વાડીએ પાણીની કુંડીમાં છુપાવેલા બીયરના 96 ડબલા શોધી કાઢતી પોલીસ

- text


વાંકાનેર તાલુકા પોલીસે નાસી છૂટેલા રૂપાવટીના શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે જેપુર ગામની સીમમાં દરોડો પાડી રૂપાવટી ગામના શખ્સે પાણીની સિમેન્ટની કુંડીમાં છુપાવેલા 96 બીયરના ડબલા શોધી કાઢી હાજર નહીં મળી આવનાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે રૂપાવટી ગામે રહેતા અને જેપુર ગામની સીમમાં વાડી ધરાવતા અનીલ ઉર્ફે અરવિંદ જેસાભાઇ બાવરીયાની કબ્જા ભોગવટાની જગ્યામાં દરોડો પાડી સિમેન્ટની કુંડીમા છુપાવેલા કિંગફીસર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના ટીન નંગ-96 કિંમત રૂપિયા 9600 કબ્જે કર્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text