ટંકારા કન્યા શાળામાં બાળમેળો તથા લાઈફ સ્કિલ મેળો યોજાયો

- text


ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવાઈ

ટંકારા : ટંકારા કન્યા શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોના જીવન કૌશલ્યનો વિકાસ તથા વિવિધ સ્કિલનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ધોરણ 1 થી 8ના કુલ 175 બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

ટંકારા કન્યા શાળામાં ધોરણ 1 થી 5 માટે બાળમેળાનું તથા ધોરણ 6 થી 8 માટે લાઈફ સ્કિલ મેળા તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળમેળામાં ધોરણ 1 થી 5 ના 113 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.આ બાળમેળામાં બાલરમત,છાપકામ,માટીકામ,બાલવાર્તા જેવી વગેરે પ્રવ્રુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.લાઈફ સ્કિલ મેળામાં ધોરણ 6 થી 8ના 62 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં કુકરની સીટી ફીટ કરવી,તેના વાલ બદલાવવાં,મહેંદી મુકવી,હેર સ્ટાઈલ બનાવવી,ટાયરના પંચર રિપેર કરવા,કપડાને ઈસ્ત્રી કરવી,વિવિધ સરબત બનાવવા,વિવિધ સલાડ બનાવવા તથા વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવ્રુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ જીવન કૌશલ્યનો વિકાસ તથા વિવિધ સ્કિલની જાણકારી મેળવી હતી.

- text

આ ઉપરાંત આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્ટોલ જેવા કે મિક્સ કઠોળ,ભેળ,ફ્રુટ સલાડ,ભુંગળા બટેટા જેવા સ્ટોલ બાળકો દ્વારા રાખવામાં આવ્યા હતા.જેનાથી બાળકોમાં વેપાર સ્કિલનો વિકાસ કરી શકાય.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવડા રસીલાબેન,જાવિયા ભારતીબેન તથા ઉષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સી.આર.સી.કો-ઓર્ડીનેટર હેમંતભાઈ ભાગ્યા તથા કેળવણી નિરીક્ષક રસિકભાઈ ભાગીયાએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

- text