મેજર મારુતિ સાહેબનો પૌત્ર લોકવાર્તામાં પ્રથમ ક્રમાંકે

- text


મોરબી : મોબાઈલ ઈન્ટરનેટના યુગમાં બાળવાર્તા, લોકવાર્તા, કવિતાઓ જેવા સાહિત્ય લુપ્ત થઈ રહ્યા છે ત્યારે કલા મહાકુંભમાં મોરબીનો બાળક બાળપ્રતિભા શોધમાં લોકવાર્તામાં પ્રથમ ક્રમે આવ્યો છે અને હવે પ્રદેશ કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

- text

મોરબીના નિવૃત મેજર મારુતિના પુત્ર દીપસિંહ ગઢવીનો પુત્ર આદિત્ય દિપસિંહ ગઢવી બાળપ્રતિભા શોધમાં લોકવાર્તામાં પ્રથમ આવ્યો છે. હવે આદિત્યસિંહ પ્રદેશકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે. આદિત્યએ લોકવાર્તામાં પ્રથમ ક્રમાંક મેળવી ગઢવી પરિવાર અને મોરબીનું ગૌરવ વધારેલ છે.

- text