કલા મહાકુંભ અને બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના છાત્રો ઝળહળ્યા

- text


સાર્થક વિદ્યામંદિરની 9 કૃતિઓ પ્રથમ ક્રમાંકે વિજેતા

મોરબી : મોરબી જિલ્લા કક્ષાએ કલામહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરની 9 કૃતિઓ પ્રથમ ક્રમાંક પર આવી છે. જેમાં કુલ 20 કૃતિઓમાં 1થી 3 નમ્બર સાથે જિલ્લામાં સૌથી વધુ વિજેતાઓ સાર્થક શાળાના છે.

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કમિશ્નર યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી આયોજિત મોરબી જિલ્લાની કક્ષાની કલામહાકુંભ તેમજ બાળપ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૨માં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિમાં ભાગ લીધેલ હતો.

જેમાં દુહા-છંદ-ચોપાઈમાં પ્રથમ ક્રમાંક-મૂંધવા શુભમ ઘોઘાભાઈ (ધોરણ-૭), લોકવાર્તામાં પ્રથમ ક્રમાંક-ગઢવી આદિત્ય દીપસિંહ (ધોરણ-૫), વાદ્ય સંગીત ઢોલમાં પ્રથમ ક્રમાંક રાણપરા હરીશ રાજેશભાઇ (ધોરણ-૬), વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પીપળીયા પલક જગદીશભાઈ (ધોરણ-૬), નારણીયા વ્યોમ મયુરભાઈ (ધોરણ-૪), દ્વિતીય ક્રમાંક-ભલાણી રિધ્ધી નિલેશભાઈ (ધોરણ-૮), લોક નૃત્યમાં પ્રથમ ક્રમાંક-સાર્થક આદ્યશક્તિ ગ્રૂપ (ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીની બહેનો), નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક-કંસારા હેત હિતેશભાઈ (ધોરણ-૫), પ્રથમ ક્રમાંક કાથરાણી સાક્ષી (ધોરણ-૮), એકપાત્રિય અભિનયમાં તૃતિય ક્રમાંક-મઢવી દેવશ્રી ભાવેશભાઈ (ધોરણ-૭), તૃતીય ક્રમાંક પીપળીયા એંજલ જગદીશભાઈ (ધોરણ-૪), સર્જનાત્મક કલામાં પ્રથમ ક્રમાંક-બાલાસરા દ્રષ્ટિ, બિપીનભાઈ (ધોરણ-૧૧), તૃતીય ક્રમાંક-સોલંકી હેમાંગ કૌશિકભાઈ (ધોરણ-૮)એ પ્રાપ્ત કર્યો હતો.

વધુમાં, ભજનમાં દ્વિતીય ક્રમાંક-ત્રિવેદી અનેરી અશિષભાઈ (ધોરણ-૫), કલામહાકુંભ સમૂહ ગીત દ્વિતીય ક્રમાંક મકવાણા સંજના નિતિનભાઈ (ધોરણ-૯), ગુંદિગરા ભવ્યતા રવિભાઈ(ધોરણ-૯), વારનેશિયા ખુશી જયંતીભાઈ(ધોરણ-૧૧), ફુલતરીયા આશા ભરતભાઇ(ધોરણ-૧૧), હાસાણી દ્રષ્ટિ મહેશભાઈ (ધોરણ-૧૧), બાળપ્રતિભા શોધ સમૂહ ગીત દ્વિતીય ક્રમાંક ત્રિવેદી અનેરી અશિષભાઈ (ધોરણ-૫), ગોહિલ તન્વીબા ભગીરથસિંહ (ધોરણ-૮), બારેજીયા દ્રષ્ટિ શંકરભાઇ (ધોરણ-૮), કડીવાર કરણ હરેશભાઇ (ધોરણ-૭), પાલિયા રવુભા દિલીપભાઈ (ધોરણ-૮), બાળપ્રતિભા શોધ લગ્ન ગીતમાં દ્વિતીય ક્રમાંક ત્રિવેદી અનેરી આશિષભાઈ (ધોરણ-૫), ગોહિલ તન્વીબા ભગીરથસિંહ (ધોરણ-૮), બારેજીયા દ્રષ્ટિ શંકરભાઇ (ધોરણ-૮), ભલાણી રિધ્ધી નિલેશભાઈ (ધોરણ-૮), બાળપ્રતિભા શોધ લોક ગીતમાં દ્વિતીય ક્રમાંક ગઢવી આદિત્ય દીપસિંહ (ધોરણ-૫), કડીવાર કરણ હરેશભાઇ (ધોરણ-૭), પાલિયા રવુભા દિલીપભાઈ (ધોરણ-૮) એ મેળવ્યો હતો.

- text

નોંધનીય છે કે કલામહાકુંભ અને બાળપ્રતિભા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલ તમામ વિદ્યાર્થીઓ પ્રદેશ કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને સાર્થક વિધામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text