મોરબી જિલ્લામાં આજે કોરોનાના માત્ર 17 કેસ : હવે એક્ટિવ કેસ 264 જ રહ્યા

- text


 

12 કેસ મોરબી તાલુકાના, બાકીના 5 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 17 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 264 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1204 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 17 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 53 દર્દીઓ રિકવર પણ થયા છે.

- text

10 ફેબ્રુઆરી, ગુરૂવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 06
મોરબી શહેર : 06
વાંકાનેર ગ્રામ્ય : 01
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 01
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 02
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 01
માળિયા શહેર : 00
કુલ : 17

10 ફેબ્રુઆરી, ગુરૂવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 44
વાંકાનેર તાલુકા : 02
હળવદ તાલુકા : 01
ટંકારા તાલુકા : 04
માળિયા તાલુકા : 02
કુલ ડિસ્ચાર્જ : 53

- text