રાજકોટનો રોગ મોરબી પહોંચ્યો ! પીએસઆઇ સસ્પેન્ડ

- text


માળીયા નજીક આવેલી ખાનગી બિનખેતી જમીન ખાલી કરાવવા સીન સપાટા ભારે પડી ગયા

મોરબી : રાજકોટના પોલીસ કમિશનર સામે ફસાયેલા નાણાંનું કમિશન લેવાનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાના એરણે ચડ્યો છે ત્યારે મોરબીમાં આવા જ એક વહીવટના કિસ્સામાં જૂનાગઢ બદલી પામેલા પીએસઆઇને છુટા કરતા પહેલા જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

મોરબી જિલ્લામાં વાંકાનેર પોલીસ મથકમાં ફરજ દરમિયાન કોંગ્રેસી સદસ્યના અપહરણના જેમના ઉપર આરોપ લાગ્યા હતા તેવા પીએસઆઇ આર.પી.જાડેજાની મોરબી સિટી એ ડિવિઝન બાદ કંટ્રોલરૂમ ખાતે બદલી કરાયા બાદ ત્રણેક દિવસ પૂર્વે જૂનાગઢ ખાતે બદલી થવા પામી હતી. જો કે, બદલી હુકમ બાદ પીએસઆઇ આર.પી.જાડેજા છુટા થાય તે પૂર્વે જ મોરબી જિલ્લા પોલીસવડાએ તેમને સસ્પેન્ડ કરી નાખતા પોલીસબેડામાં સનસનાટી મચી જવા પામી છે.

- text

આ સસ્પેન્ડ ઓર્ડર અંગે અત્યંત સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા નજીક બિનખેતી થયેલી એક જમીનમાં કબજો ખાલી કરાવવાના વિવાદમાં પીએસઆઇએ ભૂમિકા ભજવી હોવાનું અને કરોડો રૂપિયાના વહીવટનું કારણ જવાબદાર હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text