રાષ્ટ્રીય કવિ “પ્રદીપજી” રામચંદ્ર દ્વિવેદીની આજે જન્મજયંતી

- text


પાંચ દાયકામાં 1700 જેટલા ગીતો રચી ઈતિહાસ સર્જ્યો હતો

ટંકારા : ટંકારાના ઋષિ દયાનંદ સરસ્વતીની ગાથાના રચયિતા અને ગાયક રાષ્ટ્રીય કવિ રામચંદ્ર દ્વિવેદીની આજે જન્મજયંતી છે. પાંચ દાયકામાં 1700 જેટલા ગીતો રચી ઈતિહાસ સર્જ્યો હતો.રામચંદ્ર દ્વિવેદીને ઘણા પુરસ્કાર મળ્યા હતા.

આજે 6 ફેબ્રુઆરી એટલે કે રામચંદ્ર દ્વિવેદીની જન્મજયંતી.તેમનો જન્મ ઈ.સ 1915માં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો.તેઓ રાષ્ટ્રીય કવિ પ્રદીપજી તરીકે ઓળખાતા હતા.તેમનું મુળનામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી હતું.પરંતુ કવિતા લખવાના શોખને કારણે મુંબઈ પહોચ્યા અને પછી દેશના આઝાદીની ચળવળમાં ભાગ લેનારા ક્રાંતિકારી માટે અને દેશમાં રાષ્ટ્રભક્તિ અને ભાવના પ્રગટે એ માટે અનેક ગીતો રચ્યા હતા.પચાસ વર્ષમાં 1700 ગીતની રચનાઓ કરી ઈતિહાસ સર્જી હતો.72 ફિલ્મમાં તેને તેના ગીત આપ્યા હતા.જેને લતા મંગેશકરે સ્વર આપી અમર કરી દીધા છે.એ મેરે વતન કે લોગો,મેતો આરતી ઉતારૂ રે,દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, ઈન્સાફ કી ડગરપે બચ્ચે દિખાવો ચાલકે,કિતના બદલ ગયા ઇન્સાન,ટુટ ગઈ હૈ માલા મોતી બિખરચલે અને ટંકારા ઋષિ દયાનંદ સરસ્વતીની ગાથા લખી અને ગાનાર પ્રદીપજી આજે પણ બધાના દીલો દિમાગમાં સરળ,ભાવિક અને માર્મિક શબ્દોના શ્વાસ થંભાવી દે છે.

- text

વર્ષ 2011માં તેમની ટપાલ ટિકિટ બહાર આવી હતા.ઈ.સ.1995માં રાષ્ટ્રીય કવિની ઉપાધિ મળી હતી.ઈ.સ.1998માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો.ઈ.સ.1963માં ફિલ્મ જર્નાલિસ્ટ એવોર્ડ મળ્યો હતો.ઈ.સ.1961માં સંગિત નાટ્ય અકાદમી પુરસ્કાર આપ્યો હતો.

- text