મોરબીના બિલિયા – બગથળા વિસ્તારને ધમરોળતા તસ્કરો : મહાદેવજી મંદિરને પણ ન મૂક્યું

- text


પાંચ કારખાનાઓ અને બીલેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા : મહાદેવજીનું મહોરું ખેતરમાં રેઢું મૂકી દીધું

મોરબી : મોરબી તાલુકાના છેવાડાના ગણાતા બિલિયા બગથળા પંથકને છેલ્લા થોડા સમયથી તસ્કરો રીતસર ધમરોળી રહ્યા છે ત્યારે ગતરાત્રીના એક સાથે પાંચ ફેકટરીઓમાં ચોરીનો પ્રયાસ કરી તસ્કરો બીલેશ્વર મહાદેવ મંદિરમાંથી અંદાજે લાખેક રૂપિયાની માલમતા ચોરી જતા આ મામલે બિલિયાના સરપંચે મોરબી તાલુકા પોલીસને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠાવી છે.

મોરબી તાલુકાના બીલીયા ગ્રામ પંચાયતના સરપંચ કાંતિલાલ કગથરાએ મોરબી તાલુકા પોલીસને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તાજેતરમાં બીલિયા-બગથળા રોડ પર અલગ-અલગ પાંચ કંપનીમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જેથી પોલીસ સ્ટાફ દ્વારા પાંચેય કારખાનું સીસીટીવી મારફત નિરીક્ષણ થયું હતું.અને બારી દરવાજાના લોક તુટેલ હતા તેનું પણ રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગતરાત્રે બીલીયાની હદમાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં પણ ચોરી થઇ હતી. મંદિરમાંથી શિવજીના લિંગ પરનું ચાંદીનું છતર, ચાંદીના નાગદેવતા, ચાંદીનું લિંગ ઉપરનું મહોર વગેરે મળી લાખો રૂપિયાની ચોરી થવા પામી છે. આ ચોરીના બનાવમાં તસ્કરો 45 હજારની કિંમતનું ચાંદીની મહોરું ખેતરમાં રેઢું મૂકીને નાસી ગયા હતા. ત્યારે ઉપરોક્ત બંને ઘટનાને ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારમાં સતત ચોરીના બનાવો વધી રહ્યા હોય નાઈટ પેટ્રોલીંગ વધારવું જરૂરી બન્યું છે.આથી વહેલામાં વહેલી તકે નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી ગ્રામજનો વતી સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

- text

- text