મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સલાડ મેકિંગ કોમ્પિટિશન યોજાઇ

- text


વિદ્યાર્થીનીઓએ અવનવા પોષણયુક્ત અને ડેકોરેટીવ સલાડ બનાવ્યા

મોરબી : મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સલાડ મેકિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ અવનવા પોષણયુક્ત અને ડેકોરેટીવ સલાડ બનાવ્યા હતા.

- text

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સલાડ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ૯૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના ફ્રુટ, શાકભાજી, કઠોળ, કંદમુળ વગેરેનો ઉપયોગ કરીને અવનવા પોષણયુક્ત અને ડેકોરેટીવ સલાડ બનાવ્યા હતા. આ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંક મારડિયા સુજાના, દ્વિતીય ક્રમાંક સદાતિયા ક્રિયાંશી અને તૃતીય ક્રમાંક તારપરા ભુમિએ મેળવ્યો હતો. આ કોમ્પિટિશનમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયાએ હાજર રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

- text