હળવદના રાતભેર ગામે વિચરતી-વિમુક્ત જાતિઓને સરકાર દ્વારા મળતાં લાભો અંગે માહિતગાર કરાયા

- text


હળવદ : હળવદના રાતભેર ગામે એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં વિચરતી અને વિમુક્ત જાતિઓને સરકાર દ્વારા મળતા લાભો અંગે માહિતગાર માહિતી આપવામાં આવી હતી.

- text

વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ સૌરાષ્ટ્ર-ગુજરાત- કચ્છ દ્વારા ચાલતા મિશન એન.ટી.ડી.એન.ટી અંતર્ગત હળવદ તાલુકાના રાતભેર ગામે એક ખાસ મિટિંગ યોજાઈ હતી. જેમાં હાજર તમામને ડો. પ્રકાશ કોરડીયા,સનતભાઈ ડાભી,મહેશભાઈ દેત્રોજા,એમ.ટી.વસતાપરા દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓને સરકાર દ્વારા મળતા લાભો બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.અને આ જાતિને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મળતા અનામતના લાભો જે 1995 પહેલા મળતા હતા.તે પુનઃ પ્રાપ્ત થાય તે માટે સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવા સમજાવાયું હતું.અને જરૂર પડ્યે સાથે રહેવાનું જણાવતા હાજર તમામ યુવાનો અને આગેવાનોએ એક અવાજે સમર્થન આપી સમાજના હક્ક અને અધિકાર માટે જ્યારે અને જ્યાં બોલાવો ત્યાં હાજર રહેવાની ખાત્રી આપી હતી.

- text