મોરબીના લૂંટાવદરમાં દોરાના બોબીનનું કેરેટ માથે પડતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામે આવેલ મેટ્રો પોલીપેક કારખાનામા દોરા બનાવવાનુ બોબીનનુ કેરેટ માથે ઉપાડતા વખતે મૂળ બિહારના વતની ફાગુભાઇ આત્મજપ્રસાદ મલ્લાક ઉ.36ના માથા ઉપર કેરેટ પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મોરબી ક્રિષ્ના હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text