ABVPના પ્રદેશ સહમંત્રી તરીકે મોરબીના વિદ્યાર્થીની નિમણુંક

- text


મોરબી : ABVPના પ્રદેશ સહમંત્રી તરીકે મોરબીના સંદિપસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી છે,

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભુજ, કચ્છ ખાતે ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન તા. 8થી 10 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ હતો. જેમાં 2021-’22ની પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો. સંજયભાઈ ચૌહાણ તેમજ
પ્રદેશ મંત્રી તરીકે યુતિબેન ગજરેની નિમણુક કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે ABVP મોરબી શાખાના કાર્યકર્તા છાત્ર નેતા સંદિપસિંહ ભીખુભા જાડેજાની પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક કરાઇ છે. જેઓએ અગાઉ વિદ્યાર્થી પરિષદમાં વિવિધ જવાબદારી વહન કરેલ છે. હાલ તેઓ મોરબી જિલ્લા સંયોજકની જવાબદારી વહન કરી રહ્યા છે. ત્યારે સંદિપસિંહ જાડેજાની પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકર્તાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text