મહેન્દ્રપરા મેઈન રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ : તપાસ કરવા માંગ

- text


રોડનું કામ નબળું કારનારાઓ સામે કાયદેસરના પગલા લેવા માંગ

મોરબી : થોડા સમય પૂર્વે જ મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રપરાનો મેઈનરોડનું કામ કરવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં જ રોડ તૂટી જતા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવી તપાસ કરી ભ્રષ્ટાચારી લોકો સામે કાયદેસરના પગલાં લેવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી માંગ ઉઠાવવામાં આવી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન પ્રમુખ કાંતિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રપરાનો મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું. આ રોડ બનાવ્યા બાદ ટૂંકા સમયમાં જ રોડ તૂટી જવા પામેલ છે.આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતો.આ રોડ જનતાના ટેક્સના પૈસા ખર્ચીને બનાવવામાં આવેલ હતો.પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવાથી આ રોડ ટકાઉ બનાવવામાં આવ્યો નથી.

- text

વધુમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા આ રોડ નવેસરથી બનાવવામાં આવે તેમજ આ રોડ બનાવાના કામમાં ભ્રષ્ટાચાર કરનારા જવાબદાર લોકો સામે પૂરતી તપાસ કરાવી યોગ્ય કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જો કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ચીમકી પણ આપી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text