મોટા દહીંસરામાં ખેતરમાંથી ૭૨૦ ઈંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


ખેતરમાં દારૂ વેચવા માટે ઉતાર્યો હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી, અન્ય બે ફરાર

માળીયા : માળીયાના મોટા દહીંસરા ગામે ખેતરમા વેચાણ અર્થે તથા હેરાફેરી માટે ઇંગ્લીશ દારૂ જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. એક આરોપીને ઇગ્લીશ દારૂની ૭૨૦ બોટલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તથા સી.પી.આઇ. એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ માળીયા(મી) પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન ખાનગી બાતમી આધારે વિવેકાનંદનગરના પાદર પાસે આવેલ ખેતરમાં દરોડો પાડયો હતો. આ વિદેશી દારૂ મંગાવીને ખેતરમાં વેચાણ અર્થે ઉતારવાના હોય તે વખતે જ પોલીસે ખેલ પાડી દીધો હતો અને પોલીસે આરોપી જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ-૪૮ રહે વિવેકાનંદનગર મોટાદહીસરા તા-માળીયા) ને વિદેશી દારૂની મેકડોવલ્સ નં-૧ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૭૨૦ કિ.રૂ.૨,૭૦,૦૦૦ તેમજ એક સ્કુટર કિ રૂ ૫૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

પોલીસની રેડ દરમિયાન આરોપીઓ અજયસિંહ ભાવુભા જાડેજા (રહે-મોટા દહીસરા તા-માળીયા મી), હરદેવસિંહ ભાવુભા જાડેજા (રહે-મોટા દહીસરા તા-માળીયા મી.) ફરાર થઈ જતા તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ દારૂની રેઇડની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text