PGVCL દ્વારા કોન્ટ્રાક્ટના ગોડાઉનનું રજીસ્ટ્રેશન કરાશે

- text


પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા હવેથી ગમે તે જગ્યાએ મટિરિયલ નહીં રાખી શકાય

મોરબી : પીજીવીએસીએલ (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) મેનેજમેન્ટ દ્વારા જરૂરી માલ સામાનની તંગીને પહોંચી વળવા અને દરેક માલસામનનો એક્દમ સરળતાથી હિસાબ મળી રહે તે માટે કોન્ટ્રક્ટર એજન્સીઓનું રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીજીવીસીએલની મિલકતનો હિસાબ સરળ અને પારદર્શક રહે તેમજ તેનો સીધો જ ફાયદો પ્રજાલક્ષી વીજ કામોમાં થાય તેવા હેતુથી પીજીવીસીએલની તમામ વિભાગીય કચેરી હૈઠળના તમામ કોન્ટ્રાક્ટર સ્ટોર ગોડાઉનની નોંધણી અને સમયાંતરે સ્ટોકની ચકાસણી થાય તેવી નિર્ણય પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ છે.

કોન્ટ્રાક્ટર સ્ટોર ગોડાઉનનું સંબંધિત ડિવીઝન કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ તેમનું લોકેશન અને પીજીવીસીએલના માલ-સામાનના સ્ટોકની સંપૂર્ણ માહિતી નિમિત કચેરી તેમજ તમામ ક્ષેત્રિય કચેરી પાસે રહેશે. જેના પરિણામ સ્વરૂપે માલ-સામાનની તંગીને નિવારી તેના કારણે અટકી પડતાં પ્રજાના વીજ પૂરવઠો પૂરો પાડવાના કાર્યો તેમજ સરકારની જાહેર વીજ યોજનાઓને વેગ મળશે

- text

વધુમાં, આ નિર્ણય મુજબ વીજ કંપનીની કોન્ટ્રાક્ટર એજન્સીઓએ તેમના દ્વારા રજીસ્ટર કરાવેલ અધિકૃત જગ્યાએ જ કંપની દ્વારા વિવિધ કામ માટે આપવામાં આવેલ મટિરિયલનો સ્ટોક સાચવી રાખી શકાશે. તેમજ તેનો વ્યવસ્થિત હિસાબ પણ સાચવવી પડશે અન્યથા તેમાં ગેરરીતિ અથવા અનિયમીતતા જણાયે એજન્સીને પેનલ્ટી આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આમ વહીવટી સરળતા માટે પીજીવીસીએલના રિજિયોનલ – ડિવીઝન સ્ટોરમાંથી ઈશ્યુ થતા માલસામાનની ગણતરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેમજ તેનો રેકોર્ડ વ્યવસ્થિત રીતે જાળવી શકાય તે હેતુથી કોન્ટ્રાક્ટર એજન્સીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. તેમ પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબીની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text