અજંતા – ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ લિખિત રણ સરોવર પુસ્તકની ત્રીજી આવૃત્તિ અર્પણ

- text


ભુજ ખાતે જળ સંચય અને પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં રાજ્યપાલ સાથે અજંતા – ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇની વિશેષ ઉપસ્થિતિ

મોરબી : જળ એજ જીવન છે, ભુજ ખાતે જળ સંચય અને પ્રાકૃતિક ખેતી એ મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવૃતજી અને ડો. શ્રીમતી નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત રાજ્ય) સાથે અજંતા – ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખભાઇ પણ હાજર રહ્યા હતા આ તકે જયસુખભાઈના સ્વપ્ન સમાન રણ સરોવર પુસ્તકની ત્રીજી આવૃતિ અર્પણ કરવામાં આવી હતી.

લોક હિત, લોક કલ્યાણ અને લોકોની સુખાકારી માટે પાટીદાર રત્ન જયસુખભાઇ ઘણા વર્ષોથી “રણ સરોવર” પર ગાઢ રીસર્ચ અને અથાગ મહેનત કરી રહ્યા છે. કચ્છ ભુજ ખાતે આયોજિત સેમિનાર દરમ્યાન રાજ્યપાલશ્રીને “રણ સરોવર” પુસ્તક ની 3rd એડિશન અર્પણ કરવામાં આવી હતી.

- text

કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે જો યોજના બદ્ધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓ એ પાણી માટે તરફડિયા મારવા પડશે એટલે કે અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમાં કોઈ બેમત નથી.

ગ્લોબલ કચ્છના દરેક સભ્યો અને દરેક મહાનુભવોએ “રણ સરોવર” રૂપી આ વિરાટ દીર્ઘદ્રષ્ટિ બદલ જયસુખભાઇને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે, રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત પર પણ ભાર મુક્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text