મોરબીમાં પ્રવીણભાઈ બે બાટલી સાથે અને વાંકાનેરમાં સતિષ એક બાટલી સાથે ઝડપાયો

- text


મોરબી : થર્ટી ફર્સ્ટના અવસરે પોલીસે પ્યાસીઓ ઉપર ઘોસ બોલવવાનું ચાલુ રાખતા અનેક પ્યાસી આત્માઓ પોલીસની ઝપટે ચડી હતી ત્યારે મોરબીના લાતીપ્લોટમાંથી બે બોટલ સાથે પ્રવીણભાઈ અને વાંકાનેરમાં એક બોટલ સાથે સતીષ પોલીસની ઝપટે ચડી ગયો હતો.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતીપ્લોટમાંથી વાવડી રોડ ઉપર રહેતા પ્રવીણભાઇ પ્રાગજીભાઇ મારૂને પ્લાસ્ટિકની થેલીમાં મેકડોવેલ નંબરવનની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લીધા હતા.

- text

જ્યારે વાંકાનેર સિટી પોલીસે નેશનલ હાઈવે અમરસિંહજી હાઈસ્કુલ પાસે પુલ ઉપરથી સતીષભાઈ મનસુખભાઈ ચાવડાને રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ કિંમત રૂ.300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text