ઈંસ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મુદ્દે બે મિત્રો વચ્ચે ઝઘડો થતા સશસ્ત્ર મારામારી

- text


મોરબીમાં બે સ્થળોએ બે વખત મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબી : સોશિયલ મીડિયા ઇંસ્ટાગ્રામ પોસ્ટ ઉપર કોમેન્ટ કરવા બાબતે મોરબીના બે મિત્રો વચ્ચે થયેલી માથાકૂટ વકરતા સશસ્ત્ર મારામારી સુધી મામલો પહોંચતા બન્ને પક્ષે અડધો ડઝન લોકોને ઇજા પહોંચી હતી અને કુલ સાત લોકો સામે સામસામી ફરિયાદ નોંધી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણાના કાજરડા ગામે રહેતા હનીફભાઇ અબાસભાઇ ભટી જાતે મીયાણા ઉ.વ.૨૧એ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં મોરબી રહેતા આરોપી એજાજભાઇ કાદરભાઇ હસનભાઇ મોવર, અક્રમભાઇ કાદરભાઇ હસનભાઇ મોવર, માળીયાના જાવેદ જામ અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે, આરોપી એજાજભાઇ તેમનો મિત્ર હોય ઇંસ્ટાગ્રામમાં કોમેન્ટ મુદ્દે બોલાચાલી થઈ હતી અને વિશિપરા ખાડા નજીક ભેગા થઈ જતા એજાજભાઇ સહિતનાઓએ મુઠથી ઇજાઓ કરી હતી. બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા અને આગળ જતાં શાંતિવન સ્કૂલ પાસે ફરિયાદી તેમના મિત્ર કરીમભાઇ અબાસભાઇ ભટી તથા હુસેન મોવર સાથે ઘરે જતા હતા ત્યારે આ ચારેય ઈસમો ફરી મળી જતા ઝઘડો કરી ફરિયાદીને ડાબા સાથળ અને કુલાના ભાગે તેમજ સાહેદને સાથળના ભાગે છરી ઝીકી દીધી હતી.

- text

આ બનાવમાં પોલીસે ફરિયાદી હનીફભાઇ અબાસભાઇ ભટીની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ GP Act કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે સમાપક્ષે મોરબી વિશિપરામાં રહેતા એજાજભાઈ કાદરભાઇ હસનભાઇ મોવર જાતે મીયાણા ઉવ.૧૯ની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે માળીયાના કાજરડા ગામે રહેતા હનીફ અબ્બાસ કરીમભાઇ ભટી, કરીમ અબ્બાસ ભટી અને માળીયા મીયાણા વાંઢ વિસ્તારમાં રહેતા હુસેન મોવર વિરુદ્ધ ગુન્હો નોંધી ફરિયાદી એજાજભાઈ સાથે ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં કૉમેન્ટ બાબતે ઝઘડો કરી સાહેદ અકરમને છરી વડે આંગળીમાં ઇજા કરી, ફરિયાદીના નાની અમીનાબેનને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપવા સબબ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ GP Act કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text