ટંકારા પોલીસ સ્ટેશન સામે જ ખટારાએ ઇકોને આંટી દીધી

- text


ટંકારા : ટંકારા ઓવરબ્રિજના મંથરગતિએ ચાલતા કામને કારણે રોજે રોજ અકસ્માતો સર્જાય છે ત્યારે ગઈકાલે ટંકારા પોલીસ સ્ટેશન સામે જ ખટારાવાળાએ ઇકો સાથે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્ટેશન સામે જ રાજકોટ ભગવતીપરામાં રહેતા મનસુરભાઇ નુરમામદભાઇ નાઇની ઇકો કારને જી.જે.૧૨.એ.ટી ૮૪૦૪ નંબરના ટાટા ટ્રક ચાલકે પુર ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને બાદમાં ટ્રક રેઢો મૂકી નાસી જતા ઇકો ગાડીના ચાલકની ફરિયાદને આધારે પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text