મોરબી જિલ્લામાં કાલે ગુરૂવારે 207 સ્થળે કોરોના રસી અપાશે

- text


 

મોરબી : જિલ્લાભરમાં આવતીકાલે કોવિડ વેક્સિનેશનની મેગા ડ્રાઈવ અંતર્ગત અલગ-અલગ 207 સ્થળે કોરોના રસી આપવાનું આયોજન કરાયું છે.

- text

આ 207 સ્થળોમાં મોરબી તાલુકાના 69 સ્થળો,માળિયા તાલુકાના 12 સ્થળો, વાંકાનેર તાલુકાના 53 સ્થળો, ટંકારા તાલુકાના 26 સ્થળો તેમજ હળવદ તાલુકાના 47 સ્થળોનો સમાવેશ કરાયો છે.ઉપરોક્ત તમામ કેન્દ્રો પર કોવિશિલ્ડના 37280 તેમજ કોવેકસીનના 2720 ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

- text