વાંકાનેર તાલુકામાં કુલ 82.33 ટકા મતદાન

- text


99156 પૈકી 81639 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

વાંકાનેર : વાંકાનેર તાલુકાની 61 ગ્રામ પંચાયતોમાં આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. તાલુકામાં કુલ મતદાન 82.33 ટકા જેટલું નોંધાયું છે. તાલુકામાં પુરુષ મતદારોની સંખ્યા 51062 છે.જેમાંથી 43105 એટલે કે 84.42 ટકા પુરુષોએ મતદાન કર્યું છે. જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 48094 છે. જેમાંથી 38534 એટલે કે 80.12 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે. જિલ્લામાં કુલ 81639 એટલે કે 80.46 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

- text