માળિયા તાલુકામાં કુલ 73 ટકા મતદાન

- text


 

30516 પૈકી 22291 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

માળીયા : માળીયા તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. તાલુકામાં કુલ મતદાન 73 ટકા જેટલું નોંધાયું છે. તાલુકામાં પુરુષ મતદારોની સંખ્યા 16067 છે.જેમાંથી 12198 એટલે કે 75.90 ટકા પુરુષોએ મતદાન કર્યું છે. જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 14449 છે. જેમાંથી 10093 એટલે કે 69.90 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે. જિલ્લામાં કુલ 22291 એટલે કે 73 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

- text