મોરબી તાલુકામાં કુલ 73.79 ટકા મતદાન

- text


 

103564 પૈકી 76419 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

મોરબી : મોરબી તાલુકાની 48 ગ્રામ પંચાયતોમાં આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. તાલુકામાં કુલ મતદાન 73.79 ટકા જેટલું નોંધાયું છે. તાલુકામાં પુરુષ મતદારોની સંખ્યા 53804 છે.જેમાંથી 40943 એટલે કે 76.10 ટકા પુરુષોએ મતદાન કર્યું છે. જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 49760 છે. જેમાંથી 35476 એટલે કે 71.29 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે. જિલ્લામાં કુલ 76419 એટલે કે 73.79 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

- text