મોરબી જિલ્લામાં સાંજે પ્રચારના ભૂંગળા બંધ થાય તે પૂર્વે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ

- text


ક્યાંક હોર્ડિંગ્સ વોર તો ક્યાંક સોશ્યલ મીડિયાથી પ્રચાર : છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા ઉમેદવારોના ધમપછાડા

મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ જામ્યો છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત પડશે ત્યારે તે પૂર્વે મતદારોને રીઝવવા ઉમેદવારો અને ટેકેદારો તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. અમુક ગામમાં હોર્ડિંગ વોર જામી છે તો અમુક ગામમાં સોશ્યલ મીડિયાથી પ્રચાર યુદ્ધ ધમધમી રહ્યું છે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. એટલે ઉમેદવારો મતદારોને રીઝવવા કોઈ કસર છોડવા માંગતા ન હોય હાલ જોરશોરથી પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે. ચૂંટણીનો મહોલ એક્દમ રંગ જમાવી રહ્યો છે. તમામ ગામોમાં અલગ અલગ રીતે ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે.જેમાં મોરબી નજીક આવેલા રવાપર ગામમાં કાર્યાલય વોર અને હોર્ડિંગ્સ વોર બરાબર જામ્યું છે. આ એક જ ગામમાં નાના મોટા 200 જેટલા હોડીગ્સ ચૂંટણી પ્રચારના લાગ્યા છે અને એક જ ઉમેદવારના બેથી ત્રણ કાર્યાલય ધમધમી રહ્યા છે. જેમાં ચા-પાણી, નાસ્તાની મોડીરાત સુધી જ્યાફત ઉડે છે.

રાત્રે અને દિવસે ડોર ટું ડોર અને ગ્રુપ મીટીંગ તેમજ રીક્ષા મારફતે પ્રચાર થઈ રહ્યો છે. જ્યારે માળીયાના માણાબા ગામે કાર્યાલય જોવા મળ્યું નથી. માત્ર ડોર ટું ડોર અને ગ્રુપ મીટીંગ અને ખાસ સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં આ વખતે ચૂંટણીનો પ્રચાર ભરપૂર થઈ રહ્યો છે જેમાં ઉમેદવાર અને આગામી યોજના વિશે માહિતી દર્શાવીને મતદારોને રીઝવવાના ભારે પ્રયાસો થઈ રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text