હળવદની પાંડાતીરથ ગ્રામપંચાયત સતત ચોથી વખત સમરસ

- text


વિકાસ કામો અને ગામને મળતી સુવિધાને પગલે એક જ પરિવારને શાસન ધૂરા સોંપતા ગ્રામજનો

હળવદ: હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે તેની વચ્ચે કેટલીક ગ્રામ પંચાયતો બિનહરીફ પણ થઈ હોવાનું સામે આવ્યું હતું તેવામાં હળવદ તાલુકાની પાંડાતીરથ ગ્રામ પંચાયતના સરપંચને સતત ચોથી વખત બિનહરીફ જાહેર કરી ગ્રામ પંચાયતની ધુરા ગ્રામજનોએ સોંપી છે.

હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની વસ્તી 1276 ની છે અહીં મોટાભાગે રાજપુત,કોળી,ભરવાડ,ગઢવી સહિતના સમાજના લોકો રહે છે ગામના સર્વાંગી વિકાસ માટે સતત ચોથી વખત યુવા,જાગૃતિ, શિક્ષિત અને સતત ગામના વિકાસ માટે તત્પર રહેતા ગુલાબસિંહ રાજપૂતની સરપંચ પદે બિનહરિફ વરણી કરવામાં આવી છે.

પાંડાતિરથ ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં ગામમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે સાથે જ મારા અગાઉના સરપંચશ્રીઓ દ્વારા પણ ગામમાં બનતા તમામ વિકાસના કામો કર્યા હતા. ગ્રામજનોએ મને પંચાયતની ધૂરા સોપ્યા બાદ ગામમાં ગ્રામજનોના સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે શિખરબંધ રામજી મંદિર નું નિર્માણ,ગામનો પ્રવેશ દ્વાર, પ્રાથમિક શાળાનું લાખોના ખર્ચે નવું સંકુલ તેમજ પીવાના પાણીની સમસ્યા,રોડ રસ્તા સહિતના વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આવતા દિવસોમાં પણ વધુ વિકાસના કામો કરી ગામ લોકોની સુખાકારી વધારવાની નેમ અમારી નવ નિયુક્ત પંચાયતની બોડી દ્વારા લેવામાં આવી છે.

- text

પાંડાતિરથ ગ્રામ પંચાયતની સમરસ થયેલ બોડી..

સરપંચ-ગુલાબસિંહ અશ્વાર(રાજપૂત)

ઉપ સરપંચ-ધનાભાઈ કુવરાભાઈ ભરવાડ
સભ્ય..
ભાવનાબેન લાલજીભાઈ ચૌહાણ
વનરાજસિંહ માવુભા પરમાર
જાગૃતીબેન મહેશભાઈ કોળી
વજુભાઈ ભુદરભાઈ ડાભી
અનિલભાઈ પ્રેમજીભાઈ ચાવડા
ભાવનાબેન કલ્પેશભાઈ ભરવાડ
રંજનબેન પ્રતાપદાન ગઢવી


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text