મોરબીમાં બૅંક કર્મીઓએ હડતાલના બીજા દિવસે હાય-હાય મોદીના સૂત્રોચ્ચાર પોકાર્યા

- text


ખાનગીકરણના વિરોધ બીજા દિવસે હડતાલ કરનાર બૅંક કર્મીઓ આક્રમક બન્યા, મોદી વિરોધી ઉગ્ર દેખાવો સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું

મોરબી : બૅંકના ખાનગીકરણના વિરોધમાં ગઇકાલથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કૃત બૅંકોની બે દિવસની દેશવ્યાપી હડતાલ શરૂ થઈ હતી. ત્યારે ખાનગીકરણના વિરોધમાં આજે હડતાલના બીજા દિવસે મોરબીની રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓ આક્રમક બન્યા હતા અને મોદી હાય-હાય તેમજ મોદીની બુદ્ધિ બગડી ઈલાજ કરવો વગેરે સૂત્રોચ્ચાર કરીને મોદી વિરુદ્ધ ભારે દેખાવો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મોરબીમાં ગઈકાલથી બે દિવસ સુધીની રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓની હળતાલનો પ્રારંભ થયો હતો.જેમાં ખાનગીકરણના વિરોધમાં રાષ્ટીય કૃત બૅંકોની બે દિવસની હડતાલમાં મોરબી જિલ્લાની રાષ્ટીય કૃત બૅંકોની 40 જેટલી શાખાના 400 જેટલા કર્મીઓ જોડાયા હતા.અને બૅંકના કર્મીઓએ હડતાલ પાડી સૂત્રોચ્ચાર સાથે ભારે દેખાવો કર્યા હતા. જ્યારે આજે બૅંક હડતાલના બીજા મોરબીના બૅંક કર્મીઓએ આક્રમક બનીને કેન્દ્ર સરકારના બૅંકના ખાનગીકરણના નિર્ણયની આકરી ઝાટકણી કાઢી હતી.

આ 400 જેટલા બૅંક કર્મીઓ હડતાલ ઉપર ઉતરી જતા અંદાજે બે દિવસમાં બૅંકના 500 કરોડના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે.આજે બૅંક હડતાલના બીજા દિવસે મોરબીની રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓએ મોરબીની પરાબજારમાં આવેલી એસ.બી.આઈ.બૅંક શાખા પાસે વડાપ્રધાન મોદીને આડેહાથ લઈ તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.જેમાં રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓએ વડાપ્રધાન મોદી હાય-હાય, મોદીની બુદ્ધિ બગડી એનો ઈલાજ કરવો સહિતની નારેબાજી લગાવીને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

 

- text