મોરબી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ

- text


પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી માટે મતદાન પ્રક્રિયા શરૂ, સાંજે ચૂંટણીનું પરિણામ જાહેર થશે

મોરબી : મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી માટે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને સાંજે બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

મોરબી બાર એસોસિએશનની 2022 નવી ટર્મના હોદેદારો માટે લોકશાહી ઢબથી આજે મોરબી કોર્ટના સંકુલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં સવારથી મતદાન શરૃ કરવામાં આવ્યું છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે સાંજ સુધીમાં કુલ 364 જેટલા મતદારો મતદાન કરશે. આ મતદાન પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશ બદ્રકિયા જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે.

બાર એસોસિએશનના નવા પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજા, અશોકકુમાર ખુંમાણ અને પ્રાણલાલ માનસેતા મેદાનમાં છે.જ્યારે ઉપપ્રમુખ પદે ચિરાગ કારીયા, દિપક ઓઝા અને સેક્રેટરી પદ માટે જીતેન અગેચણીયા, બાબુભાઈ હડિયલ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે કાસમ ભોરિયા, ગૌરવ છત્રોલા, યોગીરાજસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. આખો દિવસ મતદાન પ્રક્રિયા ચાલ્યા બાદ આજે સાંજે ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text