જોધપર નદી ગામે તસ્કરો પાનની દુકાનમાંથી સિગારેટ, ગુટખા, બિસ્કિટના પેકેટ ઉઠાવી ગયા

- text


ગામમાં દિવાળીના સમયે પણ તસ્કરોએ સાત મકાનને નિશાન બનાવ્યા હતા, ગામમાં ચોરીના વધતા બનાવથી ગ્રામજનોમાં આક્રોશ

મોરબી :મોરબીના જોધપર નદી ગામે ગતરાત્રે તસ્કરોએ પાનની દુકાનને નિશાન બનાવીને આ પાનની દુકાનમાંથી સિગારેટ, ગુટખા, બિસ્કિટના પેકેટ ઉઠાવી ગયા હતા. જો કે, આ ગામમાં દિવાળીના સમયે પણ તસ્કરોએ સાત મકાનને નિશાન બનાવ્યા હતા. આથી ગામમાં ચોરીના વધતા બનાવથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ ચોરીની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જોધપર નદી ગામે કુળદેવી પાન નામની દુકાન ધરાવતા જે. ડી.ઝંઝવાડિયાએ જણાવ્યું હતું કે, ગતરાત્રે તસ્કરોએ તેમની કુળદેવી પાન નામની દુકાનમાં ત્રાટકયા હતા અને તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશીને દુકાનમાં રહેલા બિસ્કિટ, સિગારેટ, ગુટખા, ચીકી, સહિતની ચીજવસ્તુઓના પેકેટ ઉઠાવી ગયા હતા. અંદાજે રૂ.1 હજારથી 15 હજારનો મુદામાલની તસ્કરો ચોરી કરી ગયા હતા.આજે સવારે તેઓ દુકાને આવ્યા ત્યારે દુકાનના તાળા તૂટેલા અને માલસમાન વેરવિખેર અને દુકાન બહાર વસ્તુઓ દેખાતા અંદર જઈને તપાસ કરતા આ ચોરી થયાનું બહાર આવ્યું હતું.

આ બનાવ અંગે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. તેમના જણાવ્યા મુજબ દિવાળી સમયે પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ગામના સાત મકાનોને નિશાન બનાવ્યા હતા.આ ચોરીના બનાવમાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા તસ્કરોની હિંમત વધી ગઈ છે. અને વધુ એક ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text