મુજકો યારો માફ કરના… ટંકારા પોલીસ મથકમાં દારૂડિયો ઘુસી ગયો

- text


મૂળ ટંકારાના હડમતીયા ગામના યુવાનને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

ટંકારા : ગઈકાલે સાંજે દારૂના નશામાં ભાન ભૂલી એક શખ્સ ટંકારા પોલીસ સ્ટેશનના મેદાનમાં ચડી આવતા પોલીસે મૂળ ટંકારાના હડમતીયા ગામના અને હાલમાં મોરબી રહેતા શખ્સને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે કેફી પ્રવાહી પીને નશામાં ભાન ભૂલેલો મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામનો વતની અને હાલમાં મોરબી સામાકાંઠે રહેતો હિતેષભાઈ કેશવજીભાઈ કામરીયા નામનો ઈસમ ક્યાંય નહીંને ટંકારા પોલીસ સ્ટેશનના મેદાનમાં ઘુસી જતા પોલીસની નજરે ચડી ગયો હતો.

નશામાં મદહોશ બની ટંકારા પોલીસ સ્ટેશનના મેદાનમા જવાની ગુસ્તાખી કરનાર હિતેશ કામરીયા વિરુદ્ધ ટંકારા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી નશાનું ભૂત ઉતારી નાખ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text