વાંકાનેર નગરપાલિકા દ્વારા નહેરુ ગાર્ડનનું ખાતમુહુર્ત કરાયું

- text


ગાર્ડનનું નવીનીકરણ કરી અદ્યતન સુવિધાથી સજ્જ બનાવાશે

વાંકાનેર : વાંકાનેર શહેરમાં અદ્યતન સુવિધાથી સજ્જ ગાર્ડન બનશે. વાંકાનેરમાં નગરપાલિકા દ્વારા 9.55 કરોડના ખર્ચે બની રહેલ નહેરુ ગાર્ડનનું નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં હિન્દૂ શાસ્ત્ર મુજબ પૂજા વિધિ કરી ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં વાંકાનેર જૂની નગરપાલિકા સામે આવેલ નહેરુ ગાર્ડનનું નગરપાલિકા દ્વારા 9.55 કરોડના ખર્ચે નવીનીકરણમાં કરવામાં આવશે. જેમાં વોકિંગ ટ્રેક, જોકિંગ ટ્રેક, યોગાસન, મ્યુઝિકલ ફાઉન્ટન, બાળકો માટે રમતગમતના સાધનો તેમજ સંપૂર્ણ ગાર્ડન સીસીટીવી કેમેરાથી સજ્જ ગાર્ડન આશરે 1.24 હેકટરમાં બની રહેલ અદ્યતન સુવિધાની સજ્જ ગાર્ડનનું કામ 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે એવું નગરપાલિકા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ ધમેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમણી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા,અમિતભાઈ સેજપાલ, મયુરભાઈ ઠાકોર, બ્રિજરાજસિંહ ઝાલા, કીર્તિકુમાર દોશી, શંકરભાઈ વીંજવાડીયા, વિસાભાઈ, સંગીતાબેન સોલંકી, હેમાબેન ત્રિવેદી તેમજ એન્જીનીયર હિરેનભાઈ ભાલાળા, નિશાંતભાઈ ગજેરા સહિત નગરપાલિકાના એન્જીનીયર મહેશભાઈ ચૌહાણ, દિપકસિંહ ઝાલા, અશોકભાઈ રાવલ, ધવલભાઈ ગોસ્વામી, હાર્દિક સરૈયા સહિતનાઓ હાજર રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text