મિથુન, ગોવિંદો, નાનો સહિતના 13 ડમડમ હાલતમાં ઝડપાયા

- text


થર્ટી ફર્સ્ટ પહેલા જ પ્યાસીઓને વીણી – વીણીને ઉપાડતી પોલીસ

મોરબી : થર્ટી ફર્સ્ટ પહેલા જ દારૂ પીનારા લોકોને ચેતવણી આપવા મોરબી પોલીસે દારૂ પી છાકટા બનતા તત્વોને વીણી વીણીને પકડવાનું શરૂ કર્યું છે જે અંતર્ગત ગઈકાલે અલગ- અલગ 13 કિસ્સામાં મિથુન, ગોવિંદો, નાનો સહિતના લોકોને પીધેલા ઝડપી લેવાયા હતા જેમાં ગિડચ ગામના વિરાભાઈને તો નશામાં મારુતિ સ્વીફ્ટ હંકારતો ઝડપી લેવાયો હતો.

મોરબી જિલ્લા પોલીસવડાના આદેશ તળે જુદા – જુદા પોલીસ મથકો દ્વારા દારૂ પી છાકટા બની લથડીયા ખાતા નીકળેલા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સિટી એ ડિવિઝન પોલીસે શાકમાર્કેટ ચોકમાંથી લીલાપર રોડ ઉપર રહેતા વિપુલ વિનુભાઈ મુંજપરા, બુટેશ બાબુભાઇ રાણાવાડિયા અને રવાપર રોડ ઉપરથી વિવેક દિલીપભાઈ કાનાબારને ઝડપી નશો ઉતારી નાખ્યો હતો.

જ્યારે મોરબી તાલુકા પોલીસે ગિડચ ગામના રહેવાસી વીરા મશરૂભાઈ ટોયટાને દારૂ પી સર્પાકાર રીતે સ્વીફ્ટ કાર ચલાવતા પ્રેમજી નગર પાસેથી ઝડપી લઈ 2 લાખની કિંમતની કાર જપ્ત કરી હતી. ઉપરાંત ઘુંટુ રોડ ઉપરથી વિશિપરામાં રહેતા સુરેશ ઉર્ફે મિથુન હીરાભાઈ કુમાદરાને લથડીયા ખાતા ઝડપી લીધો હતો. આ ઉપરાંત રફળીયા મહાદેવ મંદિર નજીકથી સતિષભાઈ ચતુરભાઈ બરાસરા અને બગથળા બરવાળા રોડ ઉપરથી નરેન્દ્રસિંહ દિલુભા રાઠોડને પકડી પાડ્યા હતા.

- text

વાંકાનેર સિટી પોલીસે વાંજા વાસમાંથી મનોજ શાંતિલાલ નકુમ, મિલ પ્લોટમાંથી નિતેશ સવજીભાઈ પાટડીયા, ચંદ્રપુર નાલા પાસેથી હરજી ઉર્ફે ગાંડું બાબભાઈ વિઝવાડિયા અને મિલ પ્લોટમાંથી પ્રકાશ નટવરભાઈ ચાવડાને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

જ્યારે હળવદ પોલીસે સાપકડા ગામના રવિ ઉર્ફે નાનો દિલીપભાઈ સોલંકી અને મિયાણી ગામના મુકેશ ઉર્ફે ગોવિંદાને હળવદ શહેરમાં દારૂ પી છાકટા બની બકવાસ કરતી હાલતમાં પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text