ટંકારાની વાઘગઢ ગ્રામ પંચાયત સમરસ જાહેર

- text


સરપંચ તરીકે વલ્લભભાઈ બારૈયા તથા ઉપસરપંચ અને સભ્યોની સર્વાનુમતે નિયુક્તિ

ટંકારા : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચાલી રહેલી ચૂંટણીઓ દરમિયાન સમજુ આગેવાનોના સાર્થક પ્રયાસથી વધુ એક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. જેમાં ટંકારાની વાઘગઢ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી સરપંચ તરીકે વલ્લભભાઈ બારૈયા તથા ઉપસરપંચ અને સભ્યોની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તે પહેલાં જ ગામના આગેવાનો અને સમસ્ત ગ્રામજનોના સમર્થનથી ટંકારાની વાઘગઢ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે.જેમાં ટંકારા તાલુકાના વાઘગઢ ગામના સરપંચ તરીકે બારૈયા વલ્લભભાઈ લાલજીભાઈ, ઉપસરપંચ તરીકે બારૈયા જયેશભાઇ રાઘવજીભાઈ અને સભ્યો તરીકે ઠારાવડીયા મહેન્દ્રભાઈ લાલજીભાઈ, દલસાણીયા શૈલેષભાઇ દેવશીભાઈ, પરમાર મિલનકુમાર દિનેશભાઇ, બારૈયા પ્રભાબેન હરિલાલ, મકવાણા લીલાવંતીબેન કરણાભાઈ, સીણોજીયા શારદાબેન સુંદરજીભાઈ, બારૈયા વનિતાબેન વાલજીભાઈની વરણી કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text