મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ

- text


અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ અંગે સમજ અપાઈ

મોરબી : મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ આપી માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી હતી.

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કિશોરી તાલીમ આપી હતી. જેથી, વિદ્યાર્થીનીઓને પોતાના શરીરમાં આવતા બદલાવની જાણ થાય અને ગભરાયા વગર મનોબળ મજબૂત રાખી અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે. તેમજ માસિક ધર્મ વિશે પણ માહિતી આપી હતી. અને વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text