મોરબીમાં જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

- text


ભાગ લેવા ઈચ્છુકોએ તા. 12મી સુધીમાં વિગતો મેઈલ કરવાની રહેશે

મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર વર્ષ ૨૦૨૧-૨૨નું આયોજન ડિસેમ્બર માસમાં દિન-૭ માટે યોજાનાર છે. આ શિબિરમાં ભાગ લેવા માટે સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, વિશિષ્ટ સિદ્ધિની સંક્ષિપ્ત વિગત લખી જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇ-મેઈલ આઈડી: [email protected] પર તા.૧૨/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text