BSF દ્વારા મોરબીના વતની કોરોના વોરિયર તબીબનું સિલ્વર ડિસ્ક એવોર્ડથી સન્માન

- text


દિલ્હીમાં ડોક્ટરે અંદાજે બે હજાર દર્દીઓને સાજા કર્યા : સારવાર દરમિયાન એકપણ દર્દીનું મોત નહિ

મોરબી : બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મોરબીના વતની તબીબને ડાયરેક્ટર જનરલ ઓફ BSF દ્વારા સિલ્વર ડિસ્ક એવોર્ડ અર્પણ કરીને નવાજવામાં આવ્યા હતા. દિલ્હીમાં ડોક્ટરે અંદાજે બે હજાર દર્દીઓને સાજા કર્યા : સારવાર દરમિયાન એકપણ દર્દીનું મોત થયું નહતું.

મોરબી શહેરના વતની ડો. વત્સલ દિનેશભાઈ મેરજા કે જેઓ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ BSF તરીકે હાલ સિલીગુરી, વેસ્ટ બેંગાલ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર, દિલ્હી એનસીઆર ખાતે કોવિડની વૈશ્વિક મહામારી સમયે 6 મહિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરેલ અને તે દરમિયાન સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર – દિલ્હી પર એકપણ કોવિડના દર્દીનું મોત થયેલ ન હતું. તેઓ દ્વારા કુલ અંદાજિત 2000 કોવીડ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ અર્થે તેઓને ડાયરેક્ટર જનરલ ઓફ BSF દ્વારા સિલ્વર ડિસ્ક એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તેમણે જમ્મુ અને કાશ્મિર ખાતે સ્પેશિયલ ટાસ્ક ડ્યુટી 2021માં અદા કરેલી હતી. આ સાથે તેઓ ગુજરાત, દિલ્હી, વેસ્ટ બેંગાલ, આસામ, જમ્મુ અને કાશ્મિર ખાતે ફરજ બજાવી ચૂકેલા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text