ગ્રામ પંચાયતમાં ચૂંટણીને પગલે મોરબી જિલ્લા હથિયાર બંધી

- text


પરવાના વાળા હથિયાર પણ જાહેરમાં પ્રદર્શિત નહીં કરવા આદેશ

મોરબી : આગામી ગ્રામ પંચાયતી ચૂંટણીને લઈ મોરબી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા હથિયાર બંધી અંગે જાહેરનામું અમલી બનાવી તલવાર,ભાલા, લાકડી સહિતના હથિયારો જાહેરમાં પ્રદર્શિત કરવા ઉપર મનાઈ ફરમાવી છે.

મોરબી જિલ્લા અધિક્ષક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી મોરબી જિલ્લાના ગ્રામપંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં લાયન્સવાળા હથિયારો જાહેરમાં લઈને જવા પર પ્રતિબંધ લાદવા અને અન્ય હથિયારો તીક્ષ્ણ અને મારક હથિયારો જેવા કે તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી, લાઠી, સળગતી મશાલ તથા બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઈજા થઇ શકતી હોય તેવા હથિયારોનું જાહેરમાં પ્રદર્શન કરવા પર પ્રતિબંધ માટે મોરબી જિલ્લા અધિક્ષક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારએ જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.આ આદેશ અન્વયે હથિયારો સાથે ફરજ બજાવતા હોમગાર્ડ પોલીસ તથા આર્મડ કોર્સના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જેઓને સમક્ષ અધિકારીએ ખાસ પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text