મોરબી જિલ્લામાં પૂર્વ મંજૂરી વગર સભા-સરઘસ નહીં યોજી શકાય

- text


ગ્રામપંચાયતની ચૂંટણીને પગલે ચારથી વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા આદેશ

મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ચારથી વધુ વ્યક્તિને એકત્રિત થવા ઉપરાંત પૂર્વ મંજૂરી વગર સભા-સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે આગામી તા.૨૪-૧૨-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન ગ્રામપંચાયત મતદાન વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે.

- text

આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text