જોધપર ગામે જુગારધામ ઉપર એલસીબીની રેઇડ : 6 શખ્સો રૂ. 6 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

- text


 

મોરબી : મોરબીના જોધપર ગામની સીમમાં આવેલ ફ્લોરા હાઉસમાં એલસીબીની ટીમે દરોડો પાડી છ શખ્સોને રૂ. 6 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીએ મોરબીના જોધપર ગામની સીમમાં આવેલ ફ્લોરા હાઉસના બંગલામાં કલ્પેશભાઈ લાલજીભાઈ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમતા તથા રમાડતા હોય તેવી બાતમીના આધારે રેઇડ કરી કલ્પેશભાઇ લાલજીભાઈ પટેલ, કલ્પેશ કાનજીભાઈ પટેલ, દીપેશભાઈ ઉર્ફે દિપક ઉર્ફે હોઠારો ગણેશભાઈ પટેલ, પ્રભુલાલ માવજીભાઈ પટેલ, જયંતિલાલ ગાંડુભાઇ પટેલ, જીવરાજભાઇ મેઘજીભાઈ પટેલ રહે. બધા મોરબીવાળાને પકડી પાડી રોકડ રૂ. 6,07,500ના મુદ્દામાલ સાથે પકડી તેઓની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, હેડ કોન્સ. શક્તિસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જિલરીયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ રણજીતસિંહ ચાવડા જોડાયા હતા.

- text