મોરબીમાં 17 વર્ષની દીકરીની સફળ સર્જરી કરી પેટમાંથી 12 કિલોની ગાંઠ દૂર કરાઇ

- text


 

મોરબી: મોરબીના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પદ્માબેન કુનપરાએ 17 વરસની દીકરીના પેટની સફળ સર્જરી કરી નવી જિંદગી બક્ષી છે.

- text

મોરબીના શક્તિપ્લોટમાં આવેલ વાત્સલ્ય હોસ્પિટલના સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડો.પદ્માબેન કુનપરાએ એક 17 વર્ષની દીકરીની સફળ સર્જરી કરી છે. મોરબીની 17 વર્ષની દીકરી સંગીતા છેલ્લા એક વર્ષથી પેટની તકલીફથી પીડાતી હતી ત્યારે ડોક્ટર પદ્માબેન કુનપરાએ નિદાન, જરૂરી રિપોર્ટ કરી ઓપરેશન કરતા 12 કિલોગ્રામની ગાંઠ કાઢી પીડામાંથી મુક્તિ અપાવી છે. સફળ સર્જરી થતા સંગીતા ખુશખુશાલ છે અને તેમના માતા-પિતા પણ ચિંતામુક્ત થઈ ગયા છે. તેઓએ સફળ સર્જરી થયા બાદ ડો.પદ્માબેન કુનપરાને ભગવાન સમાન ગણી આભાર માન્યો હતો.

- text