માઉન્ટ આબુ ખાતે સાત દિવસીય એડવેન્ચર કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતાં મોરબીના શાળા સંચાલક

- text


આવતા વર્ષે કુલુ મનાલી ખાતે આયોજિત શિબિરમાં મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

મોરબીઃ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે સાત દિવસીય એડવેન્ચર કોર્ષનું આયોજન થયું હતું. જેમાં મોરબી જિલ્લામાંથી એકમાત્ર મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કુનપરાની પસંદગી થતાં આ કોર્ષ તેમણે સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે. જેઓ આવતા વર્ષે કુલ્લી મનાલી ખાતે સરકાર દ્વારા યોજાનાર શિબિરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, ગુજરાત સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે 50 થી 60 વર્ષની વયના લોકો માટે સૌપ્રથમ વખતની બેન્ચની વિશિષ્ટ સાહસ શિબિર એટલે કે સાત દિવસીય એડવેન્ચર કોર્ષનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતભરમાંથી 40 લોકોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં મોરબી જિલ્લામાંથી એકમાત્ર મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કુનપરાની પસંદગી થતાં તેઓએ આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે સાથે જ ગ્રુપના D.O. તરીકેનું બહુમાન મેળવી જોશી સાહેબ (કમિશનરશ્રી, યુથ સર્વિસિસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી ગુજરાત રાજ્ય, ગાંધીનગર)ના હસ્તે પ્રમાણપત્ર મેળવીને SVMIના મોરબી જિલ્લાના એમ્બેસેડર બન્યા છે. અને આવતા વર્ષે કુલ્લુ મનાલી ખાતે સરકાર દ્વારા આયોજિત શિબિરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

મન હોય તો માળવે જવાય આ યુક્તિ અનુસાર તેમની આ અનેરી સિદ્ધિ અને સફળતા બદલ તેઓ માર્ગદર્શક અમિતભાઈ ગોધાણી, સ્પોન્સર મહેશભાઈ બી. ડાભી, તથા તેમના પત્ની શિતલબેન કુનપરા અને પુરા પરિવારનો આભાર વ્યક્ત કરે છે. તેમની આ સિદ્ધિ બદલ વિદ્યાલય પરિવાર, ઠાકોર સમાજ, તથા શુભેચ્છકો તરફથી ચોમેરથી પ્રસંશા અને અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

અત્રે નોંધનીય છે કે, માઉન્ટ આબુ ખાતે ઉંમર વર્ષ 8 થી 45 વયના લોકો માટે આગામી કેમ્પની માહિતી જોઈતી હોય તો સોમવારથી શુક્રવાર સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન લાલજીભાઈ કુનપરા મો.નં. 9825648693 નો સંપર્ક કરવો.

- text