મોરબી જિલ્લામાં આવતીકાલે શનિવારે 181 સ્થળે કોવિડ વેક્સિનેશન

- text


મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વેક્સિનેશન ઝુંબેશ રૂપે ચાલી રહ્યું છે ત્યારે આવતીકાલે શનિવારે 181 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

મોરબી જિલ્લામાં આવતીકાલે શનિવારે અલગ-અલગ 181 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે. કોરોનાને હરાવવા માટે જિલ્લાભરમાં રસીકરણ પ્રક્રિયા ઝડપભેર ચાલી રહી છે. આ રસીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે આવતીકાલે શનિવારે મેગા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 181 સ્થળે કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

- text

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોનાની રસી આપવાનું સુદ્રઢ આયોજન કરીને લોકોને કોરોના સામેની લડાઈમાં સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે શનિવારે મોરબી જિલ્લામાં મેગા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 181 સ્થળે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 181 સ્થળોમાં મોરબી તાલુકાના 56 સ્થળો, માળીયા તાલુકાના 15 સ્થળો, વાંકાનેર તાલુકાના 48 સ્થળો, ટંકારા તાલુકાના 23 સ્થળો, હળવદ તાલુકાના 39 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 25150 કોવિશિલ્ડ રસીના ડોઝ અને 4600 કોવેક્સિન રસીના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

- text