ગુજરાત ગરીબીમાં 13માં ક્રમે : 1.56 કરોડ લોકો પાસે શૌચાલય પણ નથી !

- text


ગુજરાતના વિકાસ મોડલની પોલ ખોલતું નીતિ આયોગ : સૌથી વધુ ગરીબો બિહારમાં

મોરબી : ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગરીબો રહે છે. નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકઆંક જાહેર કરાયો છે જેમાં ગુજરાતનો રિપોર્ટ ખરેખરમાં ચોંકાવનારો છે. નીતિ આયોગના મતે ગુજરાતમાં 18% લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એટલે કે રાજ્યમાં કુલ 1.12 કોરોડ લોકો ગીરીબીમાં પોતાનું જીવન કાઢી રહ્યા છે. જે પૈકી 1.56 કરોડ લોકો પાસે શૌચાલય પણ ન હોવાનું રીપોર્ટમાં જાહેર કરાયું છે. આ રિપોર્ટ મુજબ ગુજરાત ગરીબીમાં 13મોં ક્રમ ધરાવે છે જયારે બિહારમાં સૌથી વધુ ગરીબી સાથે નંબર વન ઉપર છે.

ગુજરાત દેશનું સૌથી સમૃદ્ઘ રાજયમાં એક ગણાય છે તેમ છતાં અહી કુલ વસ્તીની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવી રહી છે. ગુજરાત વિકાસ મોડલ નામનો તો તમે ખૂબ સાંભળ્યુ હશે પણ કેટલો વિકાસ થયો છે તે આ આ આંકડાઓ કઇંક હદ સુધી બતાવે છે. રાજયમાં ગરીબીનું પ્રમાણ જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવાં રાજયો કરતાં પણ વધારે છે. નીતિ આયોગનાં ઇન્ડેકસ મુજબ બિહાર દેશમાં સૌથી ગરીબ રાજય છે જયાં કુલ ૫૧.૯૧ ટકા વસ્તી ગરીબ છે. બીજા ક્રમે ઝારખંડ છે જયાં ૪૧.૧૬ ટકા લોકો ગરીબ છે. વળી રાજયમાં ૧૮.૬૦ ટકા લોકો ગરીબી હોવાનુ કારણ છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે. આ ઇન્ડેકસ મુજબ રાજયમાં ૨.૪૯ કરોડ લોકો પૌષ્ટિક આહારથી વંચિત છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં વધુ ૬,૦૫૧ પરિવારોનો BPL પરિવારમાં ઉમેરો થયો છે.

- text

નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગીરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગીરીબી છે. જોકે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે. ગુજરાતમાં 2.11 કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથે જ સાંભળીને આપને નવાઈ લાગશે કે ગુજરાતના 1.56 કરોડ લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત 32.60 લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે. 2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નહીં મળતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

- text