હળવદમાં હિન્દૂ યુવાનોએ મુસ્લિમ દીકરીનો કરિયાવર કરી સાસરે વળાવી

- text


હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા મુસ્લિમ પરિવારની વ્હારે આવ્યું

હળવદ : હળવદમાં કોમી એકતાની મિશાલ જોવા મળી હતી.જેમાં હળવદમાં રહેતા અને સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન હોય પણ ખરાબ આર્થિક સ્થિતિને કારણે લગ્નના ખર્ચેને પહોંચી વળે એમ ન હોવાથી માનવ સેવા માટે હરહંમેશ અગ્રેસર રહેતું હળવદનું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ આ પરિવારની વ્હારે આવ્યું હતું અને મુસ્લિમ દીકરીનો કરિયાવર આપીને હસીખુશીથી સાસરે વળાવી હતી.

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજે એક જરૂરિયાતમંદ એક ફકીરની દીકરીને કરિયાવર આપવામાં આવ્યો હતો.જેમાં એક જરૂરિયાતમંદ પરિવારની દીકરી ના થોડા સમયમાં લગ્ન થવાના છે અને આ મેરેજનો ખર્ચ ઉપાડવા માટે એ પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી એવું ગ્રુપના ધ્યાનમાં આવતા આ પરિવારની દીકરીને દાતાઓના સહયોગથી કરિયાવર આપવાનું નક્કી થયું હતું. દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે પોતાની દીકરીને ખુબ જ ધામધૂમથી અને જરૂરી કરિયાવર આપીને ખુશી ખુશી હસતા મોઢે વિદાય આપવી. પરંતુ આ દીકરીના માતા-પિતા આર્થિક રીતે સક્ષમ ન હોવાની વાત ગ્રુપના ધ્યાને આવતા આ પ્રોજેક્ટ અંતર્ગત દીકરીને કરિયાવર આપવામાં આવ્યો હતો.

જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે એ ઉક્તિ મુજબ આ દીકરીને એની પસંદગી મુજબનો કરિયાવર આપવામાં આવ્યો હતો અને આ કરિયાવર મેળવીને દીકરીના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો. વર્તમાન સમયમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે એ ખરેખર સત્ય છે કારણ કે આ પ્રોજેક્ટ ઉપરથી આપણે જાણીએ છીએ કે, સ્ત્રી સશક્તિકરણની વાતો જ નહીં પણ લોકો આમાં માને છે પણ ખરા એટલે જ એક જ દિવસમાં કરિયાવર માટેનું દાન દાનેશ્વરી દાતાઓના સહયોગ પ્રાપ્ત થયું. દીકરો તો ભણીને એક પરિવારને તારે છે જ્યારે દીકરી ભણીને બે પરિવારને તારે છે એટલે તો કહેવામાં આવે છે.બેટી બચાવો, બેટી પઢાવો, દીકરો દીકરી એક સમાન.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text