મોરબી પોસ્ટ ઓફીસમાં 1લી ડિસેમ્બરે સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે કેમ્પ

- text


સુકન્યા સમૃદ્ધિ યોજના અને સોવેનિયર ગોલ્ડ બોન્ડ કેમ્પ યોજાશે

મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આગામી તા.1 ડિસેમ્બરના રોજ બુધવારે સુકન્યા સમૃદ્ધિ યોજના અને સોવેનિયર ગોલ્ડ બોન્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લોકોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આગામી તા.1 ડિસેમ્બરના રોજ બુધવારે આયોજિત સુકન્યા સમૃદ્ધિ યોજના અને સોવેનિયર ગોલ્ડ બોન્ડ કેમ્પમાં 0 થી 10 વર્ષની કન્યાઓ લોકો સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળનું ખાતું ખોલાવી શકશે.જેમાં દીકરીનો જન્મ તારીખનો દાખલો, વાલીના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે અને આ યોજના અંગેનું ફોર્મ સ્થળ ઉપર જ ભરીને પરત કરવાનું રહેશે અને રૂ.250 થી ખાતું ખુલી જશે તેમજ સોવેનિયર ગોલ્ડ બોન્ડ હેઠળ રોકાણ કરવા માંગતા લોકોએ આધારકાર્ડ, પાનકાર્ડ, બૅંક પાસબુક સહિતના ડોક્યુમેન્ટ સાથે તા.29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી પોસ્ટ ઓફિસમાં જે.આર.રાવલ-9879873624 ઉપર સંપર્ક કરવા યાદીમા જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text