ટંકારા તાલુકાના વિકાસ માટે સરકાર સામે લડત ચાલવવાની કોંગ્રેસની હાકલ

- text


ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીમાં તાલુકા કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો

ટંકારા : ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની તાજેતરમાં કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં ટંકારા તાલુકો 20 વર્ષથી અસ્તિત્વમાં હોવા છતાં ટંકારામાં ઘણી બધી સુવિધાઓનો અભાવ હોય ટંકારામાં તાલુકા કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.

- text

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની તાજેતરમાં કારોબારીમાં ટંકારા તાલુકાનો વિકાસ કેમ થાય તે મુદાને પ્રાધાન્ય અલી ઘટતી તમામ સુવિધાઓ માટે સરકાર સમક્ષ લડત ચાલવવાનું નક્કી કરાયું હતું. જેમાં ટંકારા તાલુકામાં વર્ષ 2019 માં અતિવૃષ્ટિને કારણે તૂટેલા ચેકડેમો, તળાવો, નદીઓ ઉપરના પુલિયાઓને રીપેર કરવા, ટંકારા તાલુકામાં ફાયર બ્રિગ્રેડની સુવિધા, પાણી પુરવઠા કચેરી, મામલતદાર ઓફીસ, તાલુકા પંચાયતમાં સ્ટાફ ઘટ, હોસ્પિટલમાં એમડી સહિતના ડોક્ટરોની નિમણુંક તથા જરૂરી આરોગ્ય સુવિધાઓ, બાગ બગીચા રમત ગમતના મેદાન, પુસ્તકાલય, મોરબી રાજકોટ હાઇવેનું ધીમી ગતિએ ચાલતું કામ, ટંકારા પાસે ઓવરબ્રીજનું ઢંગધડા વગરનું ચાલતું કામ તેમજ કંગના રાનાવતના દેશની આઝાદી અંગેના વિવાદાસ્પદ વિધાન સામે લડત ચલાવવા સરકારમાં રજુઆત કરવાનું નક્કી કરાયું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text